Thursday, February 19, 2026
HomeGujaratવાંકાનેરમાંથી પોલીસે ખોવાયેલ 22 જેટલા મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપ્યા

વાંકાનેરમાંથી પોલીસે ખોવાયેલ 22 જેટલા મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપ્યા

તેરા તુજકો અર્પણ અભિયાન હેઠળ વાંકાનેર સીટી અને તાલુકા પોલીસે “CEIR” પોર્ટલની મદદથી નોંધપાત્ર સફળતા મેળવી છે. આ કામગીરી દરમિયાન અંદાજે રૂ. 3,72,128 કિંમતના કુલ 22 ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઇલ ફોન શોધી કાઢી તેમના હકદાર અરજદારોને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યા છે.

વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોબાઇલ ગુમ થયાના બનાવોને ધ્યાનમાં રાખીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેના અનુસંધાને પોલીસ ટીમે CEIR પોર્ટલ પર એન્ટ્રી કરીને સતત મોનિટરિંગ રાખ્યું અને ટેક્નિકલ વિશ્લેષણ તથા સર્વેલન્સ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરી. પોલીસ સ્ટાફની સતત મહેનત અને ટેક્નિકલ કામગીરીના પરિણામે 22 જેટલા મોબાઇલ ફોન સફળતાપૂર્વક ટ્રેસ કરી માલિકોને પરત આપવામાં આવ્યા છે. આ કામગીરીથી “પોલીસ પ્રજાની મિત્ર છે” એ સુત્રને સાચા અર્થમાં સાબિત કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,240SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page