લાંબા સમયથી રાજકીય વર્તુળોમાં જેની ચર્ચા અને રાહ જોવાય રહી હતી, તે મોરબી જિલ્લા ભાજપનું માળખું અંતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની સહમતીથી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતી રાજકોટિયાએ મંજૂરીની મહોર મારી દીધી છે. ગઈકાલે જાહેર થયેલાની નવા હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રીઓની નિમણૂકની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં મોરબી અને વાંકાનેરને વધુ મહત્વ મળ્યું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ટંકારા અને હળવદમાંથી માત્ર એક જ પ્રમુખ જ્યારે માળિયામાંથી એક પણ ઉપપ્રમુખ આપવામાં આવ્યા નથી. બીજી તરફ મહામંત્રીમાં પણ માળિયા તાલુકાની સંપૂર્ણપણે બાદબાકી જોવા મળી છે. મંત્રીમાં પણ માત્ર માળિયાની એક મહિલાને જગ્યા આપવામાં આવી છે.
નવી જાહેર થયેલી યાદી મુજબ જોઈએ તો આઠ ઉપપ્રમુખ આવ્યા છે. જેમાં મોરબી તાલુકાના અરવિંદ વીરજીભાઈ વાંસદડિયા, વાંકાનેર શહેરના યોગેન્દ્રસિંહ ઝાલા, મોરબી શહેરના નિર્મળાબેન ડાયાલાલ હડિયલ, હળવદ શહેરના અશોકભાઈ નગીનભાઈ પ્રજાપતિ, વાંકાનેર શહેરના ચેતનગીરી સુરેશગીરી ગોસ્વામી, મોરબી શહેરના કાજલબેન કિશોરભાઈ ચંડી ભમર, વાકાનેર શહેરના રસિક પ્રેમજીભાઈ વોરા, ટંકારા તાલુકાના મહેશભાઈ લવજીભાઈ લીખીયાનો સમાવેશ થાય છે.
મહામંત્રીઓની યાદી જોઈએ તો મોરબી શહેરના નિર્મલભાઇ સામંતભાઈ જારીયા, હળવદ શહેરના તપન રાજેન્દ્રભાઈ દવે તેમજ વાંકાનેરના ચતુરભાઈ ભોપાભાઈ મકવાણાને સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રી તરીકે મોરબી શહેરના રાજેન્દ્ર રણછોડભાઈ પટેલ, હળવદ શહેરમાંથી પીનાબેન બીપીનભાઈ પરીખ, મોરબી તાલુકામાંથી દેવિકાબેન જયેશભાઈ ભંખોડીયા, હળવદ તાલુકામાંથી પ્રહલાદભાઈ લાલજીભાઈ દલવાડી, વાંકાનેર તાલુકામાંથી ગૌરીબેન ભુપતભાઈ કુકવા, ટંકારા તાલુકામાંથી કાનજીભાઈ ડુંગરભાઇ ભૂંભરિયા, માળિયા તાલુકામાંથી રંજનબેન અરજણભાઈ તેમજ ટંકારા તાલુકા માંથી હર્ષિતાબેન વિરલભાઈ અગ્રાવતનો સમાવેશ કરાયો છે. કોષાધ્યક્ષ તરીકે નિમેશભાઈ કનૈયાલાલ પંડિત અને ભરતભાઈ પોપટભાઈ કંજારીયાને સ્થાન આપવામાં આવ્યું છે. વિવિધ વિભાગોની વાત કરીએ તો સોશિયલ મીડિયા વિભાગ વિજયભાઈ ગજીયાને, આઈ ટી વિભાગ પ્રતીક રમેશભાઈ પારેખને તેમજ મીડિયા વિભાગ ભાવેશભાઈ પરસોતમભાઈ કાનાણીને સોંપવામાં આવ્યું છે.
જિલ્લાના વિવિધ મોરચાની વાત કરીએ તો યુવા મોરચામાં પ્રમુખ તરીકે મોરબી શહેરના જતીન શાંતિભાઈ ફુલતરીયા, મહામંત્રી તરીકે વાંકાનેર તાલુકાના સુખદેવ મયાભાઈ ડાભી અને હળવદ શહેરના જયદીપ વિહાભાઇ રબારીને સ્થાન અપાયું છે.
મહિલા મોરચાના પ્રમુખ તરીકે ટંકારા તાલુકાના જયશ્રીબેન વિનોદભાઈ સિણોજીયાને જવાબદારી સોંપી છે. મહામંત્રી તરીકે પ્રજ્ઞાબા પ્રશાંતસિંહ ઝાલા, મમતાબેન ધીરજભાઈ ઠાકરની નિમણૂક કરાઇ છે. કિસાન મોરચાના પ્રમુખ તરીકે વાંકાનેર તાલુકાના ગણપતસિંહ સતુભા ઝાલાને જવાબદારી સોંપવમાં આવી છે, જ્યારે મહામંત્રી તરીકે વાસુદેવભાઈ વાલજીભાઈ શિહોરીયા અને રતિલાલ કાનજીભાઈ પારજીયાને સ્થાન અપાયું છે. બક્ષીપંચ તરીકે મોરબી શહેરના કરમશીભાઈ ખોડાભાઈ પરમાર, મહામંત્રી તરીકે ગજેન્દ્રસિંહ દાનજીભાઈ રાઠોડ અને સંજય રૂપાભાઈ પંચાસરાને સ્થાન અપાયુ છે.
અનુસૂચિત જાતિ મોરચાનાથી મુક્ત તરીકે મોરબી તાલુકાના વિઠ્ઠલભાઈ મોતીભાઈ ચાવડાને જવાબદારી અપાઈ છે, ત્યારે મહામંત્રી તરીકે મોરબી તાલુકાના ગોરધનભાઈ વીરજીભાઈ સોલંકી અને નરેન્દ્રભાઈ પ્રેમજીભાઈ સોલંકીને જવાબદારી સોપાઈ છે. લઘુમતી મોરચામાં પ્રમુખ તરીકે અબ્દુલ મસ્જિદ મોહમ્મદ કડીવાર, મહામંત્રી તરીકે મોહસીન દાદુભાઇ વડાવરીયા અને મોહમ્મદ અલી (ફિરોઝ ભાઇ) અબ્દુલભાઈ દઘોરિયાં અને જવાબદારી સોપાય છે.

