HomeGujaratલીલાપર-ઘુનડા રોડ પર યુવક પર ત્રણ અજાણ્યા શખ્સોનો જીવલેણ હુમલો.

લીલાપર-ઘુનડા રોડ પર યુવક પર ત્રણ અજાણ્યા શખ્સોનો જીવલેણ હુમલો.

મોરબીના લીલાપર-ઘુનડા રોડ પર ગુનાખોરીની એક ઘટના સામે આવી છે. જેમાં શિવમ પાર્ટી પ્લોટ અને ગાયત્રી સ્ટોન વચ્ચેના માર્ગ પર પસાર થઈ રહેલા અનીલભાઈ ધનજીભાઈ રાઠોડ નામના યુવક પર ત્રણ અજાણ્યા શખ્સોએ હત્યાના ઇરાદે છરી પાઇપ જેવા હથિયાર થી ઘાતકી હુમલો કર્યો હતો.

ગત તા. ૧૩/૦૨/૨૦૨૬ ના રોજ રાત્રિના પોણા દસેક વાગ્યાના અરસામાં અનીલભાઈ પોતાના મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. તે સમયે કાળા કલરના નંબર પ્લેટ વગરના સ્પ્લેન્ડર બાઈક પર ત્રણ અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. હુમલાખોરોએ અનીલભાઈના બાઈક આગળ પોતાનું બાઈક નાખી રસ્તો રોક્યો હતો. અને

બાઈકની વચ્ચે બેઠેલા લાલ કલરના શર્ટવાળા શખ્સે અચાનક છરી કાઢી અનીલભાઈ પર તૂટી પડ્યો હતો. હુમલાખોરે જીવ લેવાના ઈરાદે

પેટ અને છાતીના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા.તેમજવાંસામાં અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.અન્ય બે શખ્સોએ યુવકને ઢીકાપાટુનો માર મારી હુમલામાં મદદગારી કરી હતી.આ ઘટના અંગે ભોગ બનનાર અનીલભાઈ રાઠોડે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ ૧૦૯ (હત્યાનો પ્રયાસ), ૧૧૫(૨), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW