HomeGujaratહળવદના ચરાડવા ગામની સીમમાં ઇનોવા કારમાંથી રૂ. 8.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો...

હળવદના ચરાડવા ગામની સીમમાં ઇનોવા કારમાંથી રૂ. 8.98 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો

હળવદ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચરાડવા ગામની સીમ વિસ્તારમાં દેવળીયા રોડ પરથી એક સફેદ રંગની ઇનોવા કાર (રજી. નં. GJ-12-BE-1111)ની અટકાયત કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી વિવિધ બ્રાન્ડના વિદેશી દારૂની કુલ 1,188 બોટલ મળી આવી હતી, જેની કુલ કિંમત રૂ. 3,98,400 થાય છે. ઉપરાંત ઇનોવા કારની કિંમત રૂ. 5,00,000 આંકવામાં આવી છે. આમ કુલ રૂ. 8,98,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે ઇનોવા કારના ચાલક સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW