વાંકાનેર તાલુકાના પલાસ ગામની રહેવાસી ધુનાબેન હકાભાઈ ગમારા દ્વારા ટંકારા પોલીસ સ્ટેશનમાં એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદ અનુસાર, ધુનાબેન તેમના પિતાની સી.એન.જી. રીક્ષા (રજી. નં. GJ-36-W-7671)માં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન મિતાણા ઓવરબ્રિજ પાસે રોડ પર ચાલતી રીક્ષા નજીક એક અજાણ્યો મોટરસાયકલ ચાલક આવ્યો હતો. આરોપીએ ચાલતી રીક્ષામાં બેઠેલા ધુનાબેનના ગળામાં પહેરેલો સોનાનો ટીલીવાળો હાર બળજબરીથી ખેંચી લીધો હતો. ઝૂંટાયેલા હારમાંથી ગળામાં રહેલો ઉપરનો ભાગ તૂટીને રહી ગયો હતો, જ્યારે નીચેનો ભાગ, જેમાં ચગદાવાળો સોનાનો હાર અંદાજે સવા બે તોલા જેટલો વજનદાર અને રૂ. 1,25,000ની કિંમતનો હોય તે લઇને આરોપી ફરાર થઈ ગયો હતો.
ફરિયાદના આધારે ટંકારા પોલીસે ગુનો નોંધાવી અજાણ્યા મોટરસાયકલ ચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

