HomeGujaratઅમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસની રેડ, 81 યુવક-યુવતીઓની અટકાયત

અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસની રેડ, 81 યુવક-યુવતીઓની અટકાયત

અમદાવાદમાં સાણંદ પોલીસે ગોરસ સીમ નજીક આવેલા ‘નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ’માં ચાલી રહેલી હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા મહેફિલ પર રેડ કરીને 81 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરી છે. આ મહેફિલ એક દંપતિની 25મી એનિવર્સરીના નામે આયોજિત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોને આમંત્રિત કરાયા હતા. મળતી માહિતી અનુસાર વિકેન્ડ હોમમાં ફૂડ કાઉન્ટર ગોઠવાયા હતા અને 11 ટેબલ પર કેક, હુક્કા અને દારૂ પીરસવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરતાં જ મહેફિલમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે 81 યુવક-યુવતીઓની અટકાયત કરીને તેમને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા છે. આ રેઈડમાં 10થી વધુ હુક્કા અને અનેક દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે.

અટકાયતમાં લેવાયેલા લોકોમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. આ પકડાયેલા પૈકી મોટા ભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના છે. પોલીસે જણાવ્યું કે, આ મહેફિલમાં અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારના યુવક-યુવતીઓ હાજર હતા. પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ કબ્જે કરવાની કામગીરી ચાલુ રાખી છે અને આગળની કાર્યવાહી માટે તપાસ ઝડપી બનાવી છે.

સાણંદની મહેફિલમાં 20થી વધારે લક્ઝરીયસ ગાડીઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે. લગ્નજીવનની 25મી વર્ષગાંઠમાં પાર્ટીમાં ઉજવણીમાં જેટલા પણ લોકો ઝડપાયા છે એમાં મોટાભાગે અમદાવાદના બિલ્ડર, વેપારીઓ અને ડોક્ટર ક્ષેત્રે સંકળાયેલા લોકો હોવાનું સામે આવ્યું છે. મોડી રાતે જ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે હાઈ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

આ ઘટના સાણંદ વિસ્તારમાં પ્રાઈવેટ પાર્ટીઓ અને દારૂ-હુક્કાના વધતા કેસો તરફ ધ્યાન દોરે છે. પોલીસે આવા કાર્યક્રમો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને સખત કાર્યવાહી કરવાની વાત કરી છે. હાલ તમામ અટકાયતમાં લેવાયેલા તમામ લોકોના મેડિકલ ટેસ્ટ ચાલુ છે અને તેમની ઓળખ અને પૃષ્ઠભૂમિની તપાસ પણ ચાલી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW