ભારતની પ્રાચીન ચિકિત્સા પધ્ધતિ એક સમયની શ્રેષ્ઠ પદ્ધતિ પૈકીની એક હતી. જટિલ બીમારીની સારવાર પણ થતી હતી . યોગાસન જીવનનો ભાગ હતો. જો કે ધીમે ધીમે એલોપથી સારવારનું પ્રમાણ વધ્યું આધુનિક સાધનો સાથે ઝડપી સારવારનો ક્રેઝ વધતા આયુર્વેદિક ઉપચાર લેનારની સંખ્યા ઘટી હતી.
એલોપથી સારવાર ખર્ચાળ સાબિત થતા ધીમે ધીમે લોકો ફરી આયુર્વેદિક ઉપચાર તરફ વળી રહ્યા છે.કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ આયુર્વેદિક ઉપચાર માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અલગ અલગ સ્થળોએ કેમ્પ, આયુષ મેલા, શાળા કોલેજમાં વિઝિટ સહિતના પ્રયત્નો થકી હવે લોકો ફરી આયુર્વેદિક ઉપચાર તરફ વળી રહ્યા છે.
મોરબી જિલ્લામાં છેલ્લા પોણા બે વર્ષમાં જિલ્લાના વિવિધ આયુષ કેન્દ્ર પર કુલ 1,19,151 જેટલા દર્દીઓએ સારવાર લીધી હતી.આ ઉપરાંત 28,574 દર્દીઓએ હોમિયોપેથિક સારવાર લીધી હતી.
જિલ્લા પંચાયતની આયુર્વેદિક શાખાના માર્ગદર્શનમાં પોણા બે વર્ષ દરમિયાન 169 જેટલા કેમ્પ પણ કરવામાં આવ્યા હતા જે કેમ્પનો 7388 દર્દીઓએ વિઝિટ કરી વિવિધ બિમારીઓની સારવાર લીધી હતી. આયુર્વેદિક ઉપચારમાં પંચકર્મ પધ્ધતિથી પણ દર્દીઓને સારવાર આપવામાં આવે છે, અને તેના પર પણ ઝૂકાવ વધી રહ્યો છે.
યોગ શિબિરને પણ સફળ પ્રતિસાદ એલોપેથી ચિકિત્સા પધ્ધતિ ખર્ચાળ તો ખરી જ અને સાથે સાથે તેની આડઅસર વધુ થતી હોવાની ફરિયાદો વચ્ચે આયુર્વેદ લોકોમાં સ્વીકાર્ય બની રહ્યું છે. આયુર્વેદ વિભાગ દ્વારા લોકોમાં બીમારી પૂર્વે આયુર્વેદ પ્રત્યે જાગૃતિ આવે તે માટે યોગ શિબિર પણ યોજાઈ રહી છે. જિલ્લામાં 2490 જેટલી શિબિર પણ યોજાઈ હતી.જેમાં 41,910 જેટલા લોકો જોડાયા હતા અને યોગનું મહત્વ સમજી રહ્યા છે.

