હળવદ પોલીસ મથકમાં ઈંગ્લીશ દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ ઇસમ અંકિત નરેન્દ્રભાઈ રામાવત રહે. હળવદ વાસુદેવનગર સોસાયટી હોન્ડા શોરૂમની સામે તા.હળવદ જી.મોરબીવાળા સામે પોલીસે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટનાઓને મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપીનું પાસા વોરંટ ઇસ્યુ કર્યું હતું, જે અન્વયે તે ઈસમની અટકાયત કરવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તે શખ્સને પકડી લઇ પાસા એકટ તળે ડીટેઈન કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

