HomeGujaratહળવદમાં ગૌવંશના કતલના ગુનામાં સંડોવાયેલ આઠ ઈસમોની ધરપકડ

હળવદમાં ગૌવંશના કતલના ગુનામાં સંડોવાયેલ આઠ ઈસમોની ધરપકડ

હળવદ પોલીસ મથકમાં ગૌરક્ષક દ્વારા ગૌવંશ કતલ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તરત જ કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન અને સૂચન મુજબ અલગ-અલગ ટીમો રચી ગૌવંશ કતલના ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને ઝડપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હળવદ પોલીસ સ્ટાફે સંકલિત ટીમવર્ક સાથે તપાસ ચલાવી ગૌવંશ કતલના કેસમાં સંડોવાયેલા કુલ આઠ આરોપીઓને ઝડપી લીધા છે, જેમાં ત્રણ મહિલા તથા પાંચ પુરુષ આરોપીઓનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અલીમશા ફકીરશા સૈયદ (ઉ.વ. 35), આમીનખાન નસીરખાન સૈયદ (ઉ.વ. 28), મુન્તાજઅલી ઉર્ફે યુનુશ સુલતાનઅલી સૈયદ (ઉ.વ. 45), અનીશા નઈદઅલી રસીદઅલી સૈયદ (ઉ.વ. 42), સલમા રાજઅલી શમસેરઅલી સૈયદ (ઉ.વ. 40) તથા રૂકશાર આમીન નસીરખાન સૈયદ (ઉ.વ. 20)નો સમાવેશ થાય છે, જે સૌ હળવદ GIDC વિસ્તારમાં આવેલ રોશની કેમ નામના મીઠાના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા હતા અને મૂળ મેનપુરી, ઉત્તરપ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ઇકબાલ જમાલભાઈ તકવાડીયા ખાટકી (ઉ.વ. 46), રહે. ખાટકીવાસ, તા. ધાંગધ્રા, જી. સુરેન્દ્રનગર તથા યાસીનભાઈ રહીમભાઈ ઘોણીયા (ઉ.વ. 37), રહે. હળવદ અન્નક્ષેત્રની બાજુમાં, તા. હળવદને પણ પોલીસે ધરપકડ કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW