HomeGujaratસ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારી? સીએમ 24 મીએ મોરબીની મુલાકાતે, વિકાસ કામના ખાત...

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની તૈયારી? સીએમ 24 મીએ મોરબીની મુલાકાતે, વિકાસ કામના ખાત મુર્હુત અને લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી

હાલ સ્થાનિક સ્વરાજયમાં ચૂંટાયેલ બોડીના વિસર્જનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, અને હવે ચૂંટણીની તૈયારી તેજ થઇ ગઈ છે. એક તરફ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા વિવિધ પંચાયતો અને પાલિકાના સીમાંકન પ્રકિયા તેજ કરી છે. સાથે સાથે  મતદાર યાદીને લઇ તૈયારી તેજ કરી છે તો બીજી તરફ સત્તા પક્ષ અને વિરોધ પક્ષ પણ તેમની તૈયારી વધુ તેજ કરી છે ત્યારે વિરોધ પક્ષ  વિકાસ કામગીરી ન થવા લોકોના હાલાકીના મુદ્દાઓને લઇ જનતા સુધી પહોચી રહી છે ત્યારે હવે સત્તા પક્ષ વિકાસ કામના ખાતમુર્હુત અને લોકાપર્ણ કામગીરી સાથે મતદારોને તેમની હાજરીનો અહેસાસ કરવા પ્રયાસ શરુ કર્યા છે.

ત્યારે મોરબી જિલ્લામાં પૂર્ણ થયેલા વિકાસ કામના લોકાર્પણ અને આવનાર સમયમાં હાથમાં લેવાનાર કામના ખાત મુર્હુત કામ માટે તૈયારી કરવામાં આવી રહી છે અને  આ કામગીરી જોર શોરથી લોકો સુધી પહોચાડવા સત્તા પક્ષ અને તંત્ર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે મોરબીમાં આગામી 24 મી ના રોજ મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ આ કરોડોના વિકાસ કામના ખાત મુર્હુત તેમજ લોકાર્પણ કામ કરવાના છે અને તેના માટે તંત્ર દ્વારા જરૂરી તૈયારી કરવામાં આવી રહી છે. આ અંગે અગાઉ રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયાની  હાજરીમાં  જિલ્લા કલેકટર તેમજ વિવિધ વિભાગના અધિકારી ની બેઠક મળી હતી અને કાર્યક્રમના આયોજન અંગે તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી.

મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા પણ સીએમના કાર્યક્રમને લઇ મંત્રી કાન્તીભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને ભાજપ સંગઠનના હોદેદારો, ચૂંટાયેલ સદસ્યો પદાધિકારીઓ તેમજ વિવિધ મોરચાના પ્રમુખ સહિતનાની મીટીંગ મળી હતી અને તેમાં આયોજન સફળ બનાવવા અને લોકોને આ કાર્યક્રમમાં વધુ ને વધુ જોડવા જરૂરી ચર્ચા  કરવામાં આવી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW