HomeGujaratમોરબીના આમરણ બેલા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવક સહિત...

મોરબીના આમરણ બેલા ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ યુવક સહિત ત્રણ વ્યક્તિને લાકડી વડે માર માર્યો

મોરબીના આમરણ બેલા ગામે રહેતા સલીમભાઈ અકબરભાઈ જામએ આરોપી ઈશાકભાઈ જામ, આસીનભાઈ ઈશાકભાઈ જામ, સિદ્દીકભાઈ ઇસાભાઈ જામ અને તાજમહમદ ઈશાકભાઈ જામ રહે. બધા આમરણ બેલા ગામ તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરિયાદી સલીમભાઈના મામાની દિકરી ફરીદાબાઈ જે આરોપી સિદ્દીકભાઈની પત્ની થતી હોય જે પતિ પત્નીના ઝઘડામાં સલીમભાઈએ માથાકૂટ અગાઉ કરેલ હોય જેનો ખાર રાખી સલીમભાઈ અને તેના સાથીઓ સાથે આરોપીઓએ બોલાચાલી કરી ગાળો આપી સલીમભાઈ અને સાથીઓ સમજાવવા જતા સલીમભાઈને લાકડી વડે માર મારી ઇજા પહોંચાડી હતી. તેમજ સાથી અકબરભાઈને કાંડાના ભાગ પર ઈજા પહોંચાડી અને સાથી અમીનાબાઈને ત્રણ શખ્સોએ ઢીકા પાટુનો માર મારી ગાળા આપી હતી. આ બનાવ અંગે ફરિયાદી દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW