HomeGujaratમોરબી શહેરના રવાપર ચોકડી ની આસપાસ આડેધડ થતા વાહન પાર્કિંગથી ટ્રાફિક જામની...

મોરબી શહેરના રવાપર ચોકડી ની આસપાસ આડેધડ થતા વાહન પાર્કિંગથી ટ્રાફિક જામની સમસ્યા વધી

મોરબી શહેરમાં હાલ ટ્રાફિક જામની સમસ્યા એટલી હદે માજા મૂકી છે કે શહેરના કોઈ પણ વિસ્તારમાં વાહન લઈને નીકળે એટલે ટ્રાફિક જામમાં ફસાઈ છે ક્યાંક તંત્રની બેદરકારીને કારણે તો ક્યાંક વાહન ચાલકો દ્વારા નિયમનું પાલન ન કરવાનાં કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે.

મોરબીના રવાપર ચોકડી અવની ચોકડી ઉમિયા સર્કલ બાપા સીતારામ ચોક શનાળા રોડ રવાપર રોડ  સહીતના વિસ્તારમાં ફોર વ્હીલ ચાલકો દ્વારા રસ્તાની વચ્ચેતેમની ફોર વ્હીલ પાર્ક કરીને જતા રહેતા હોવાના કારણે ત્યાંથી પસાર થતા અન્ય વહન ચાલકોને હાલાકી પડી રહી છે આ બાબટે આજે વિવિધ રાજકીય પક્ષના આગેવાન તેમજ ચક્રવાત ન્યૂઝની ટીમ દ્વારા આજે જિલ્લા પોલીસ કચેરી ખાતે પહોચી આવેદન પત્ર આપ્યું હતું અને રવાપર ચોકડી પાસે વધુ ટ્રાફિક જવાન ફાળવવા તેમજ આ  વિસ્તારમાં આડેધડ વહન પાર્ક કરીને જતા વાહન ચાલક સામે ગુન્હો નોધી એક્શન લેવા માંગણી કરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW