HomeGujaratમોરબીના ભડિયાદ ગામની સીમમાં જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના ભડિયાદ ગામની સીમમાં જામગરી બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ હોય તે દરમિયાન ભડિયાદ ગામની સીમમાં નદીના વોકરા નજીક બાવળની ઝાડીઓમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યો હતો. પોલીસે તેને અટકાવી તપાસ કરતા તેની પાસેથી હથિયાર મળી આવ્યું હતું.

તપાસ દરમિયાન આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ વનેશિયા (ઉં.વ. 35), રહે. ભડિયાદ, કાંટે સાયન્સ કોલેજથી આગળ મોરબી ભાડા પાસેથી દેશી બનાવટની જામગરી બંદૂક (નંગ-01) મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 1,500 હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે મોરબી તાલુકા પોલીસે આરોપીને ઝડપી લઇ તેના વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW