મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સફાઈ ઝુંબેશની નિયમિત ચકાસણી માટે કમિશનર સ્વપ્નીલ ખરે, ડે .કમિશનર સહિતની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવતી હોય છે, ત્યારે ગત તારીખ 12 ના રોજ કમિશનર દ્વારા શહેરના ક્લસ્ટર એકમાં આવતા વિસ્તારોમાં સફાઈ ચકાસણી અને સફાઈ કર્મીઓની હાજરી ની તપાસ કરી હતી.
આ ઉપરાંત પંચાસર રોડ વાવડી રોડ વાવડી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા જીવીપી પોઇન્ટ તેમજ હેન્ડકાર્ડ પોઇન્ટની પણ વિઝીટ કરી હતી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ઉંદર મંગળવારના રોજ સાપ્તાહિક સફાઈ ઝુંબેશ પણ ચલાવવામાં આવ્યું છે. જે અંતર્ગત વાવડી ગ્રામ પંચાયત મેઇન રોડ ધોળેશ્વર રોડ મહેન્દ્રનગર બસ સ્ટેશન થી રામવાડી ભડીયાદ રોડ પોલીસ લાઈન પાછળ વિસ્તાર ઉમિયા સર્કલ થી ભક્તિનગર સર્કલ નવલખી રોડ રવાપર તેમજ લીલાપર ગામ પંચાયતમાં આ ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા સફાઈ અંગે શાળાના બાળકોમાં પણ જાગૃતિ આવે તે માટે શાળાઓમાં ખાસ સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને શુભકામના કચરા અંગેના વર્ગીકરણ કચરાના સંગ્રહ કરવા તેના પરિવહન તેમજ રિસાયકલ અંગેની માહિતી આપવામાં આવે છે. તેમજ સ્વચ્છતા બાબતે પોતાની પણ જવાબદારી સમજી તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે તેમ સંજય કુમાર સોની ડેપ્યુટી કમિશનર મોરબી મહાનગરપાલિકા એ જણાવ્યું હતું.

