HomeGujaratમોરબીના કેનાલ રોડ નજીક લુખ્ખાઓનો આંતક, પાર્કિંગમાં પાર્ક કરેલ કારના કાચ...

મોરબીના કેનાલ રોડ નજીક લુખ્ખાઓનો આંતક, પાર્કિંગમાં પાર્ક કરેલ કારના કાચ તોડી ફરાર

મોરબીના કેનાલ રોડ પર નિર્મલ સ્કૂલ નજીક આવેલ ક્રિસ્ટલ હાઇટ્સ B-201માં રહેતા વેપારી યુવાન પ્રશાંતભાઈ સુરેશભાઈ બોપલીયાએ અજાણ્યા શખ્સો સામે મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી આપી છે.

જેમાં તેઓએ જણાવ્યુ હતું કે, તા. 10-01-2026ના રોજ સાંજે આશરે 7:30 વાગ્યે તેઓ પોતાના કારખાનેથી ઘરે પરત આવ્યા હતા અને તેમનીGJ-36-AP-3399 નંબરની ઇનોવા કાર સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરી હતી. ત્યારબાદ બીજા દિવસે 11 જાન્યુઆરીના રોજ સવારે તેમના સિક્યુરીટી ગાર્ડએ આવીને જાણ કરી હતી કે તેમની કારના કાચ તૂટેલા છે.

તેમની ગાડી પાસે જઈ તપાસ કરતા કારનો ડ્રાઇવર સાઇડનો કાચ તેમજ પાછળનો કાચ તૂટેલો જોવા મળ્યો હતો. બાદમાં નિર્મલ સ્કૂલ ખાતે લાગેલ સીસીટીવી કેમેરાની તપાસ કરતા તેમાં કેટલાક અજાણ્યા ઇસમો ગાડીમાં નુકસાન કરતા નજરે પડ્યા હતા. આ બનાવને લઈ પ્રશાંતભાઈએ અજાણ્યા ઇસમો વિરુદ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવા મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ મથકમાં અરજી નોંધાવી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW