HomeGujaratમોરબીના સર્કિટ હાઉસ પાસે આવેલા વિદ્યુતનગર નજીક જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબીના સર્કિટ હાઉસ પાસે આવેલા વિદ્યુતનગર નજીક જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મોરબી-2 સર્કિટ હાઉસ સામે આવેલા વિદ્યુતનગરના ઢાળિયા પાસેના વિસ્તારમાં જાહેર સ્થળે રેડ કરી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં રમેશભાઈ દેવજીભાઈ ભોયા (ઉ.વ. 47) રહે. વિદ્યુતનગર વિક્રમવાડી, મોરબી-આર, હરેશભાઈ ગીરીજાશંકર ત્રિવેદી (ઉ.વ. 59) રહે. રવિ રાંદલ પાર્ક, ભારતીનગર, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ, મહેશભાઈ કાળુભાઈ શેખાણી (ઉ.વ. 46) રહે.સો-ઓરડી, વરીયાનગર શેરી નં. 2, મોરબી-2, લક્ષમણભાઈ સબુભાઈ ખાંટ (ઉ.વ. 55) રહે. મધાપર સમજી મંદિર પાસે, મોરબી-1 તથા દિનેશભાઈ મોહનભાઈ ઝીઝુંવાડીયા (ઉ.વ. 53) રહે. રેલવે વર્કશોપ પાછળ, ઝુલતા પુલ નજીક, મોરબીનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. 22,800નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW