HomeGujaratમોરબી મહાનગરપાલિકા ડીમોલેશન કર્યા બાદ કાટમાળ હટાવવાનું ભૂલી ગઈ

મોરબી મહાનગરપાલિકા ડીમોલેશન કર્યા બાદ કાટમાળ હટાવવાનું ભૂલી ગઈ

મોરબી મહાનગર પાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારમાં દર સપ્તાહે વન રોડ વન વિક અંતર્ગત ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી અને આ અંતર્ગત ગત બુઘવારે નાની કેનાલ રોડ પર મનપાની ટીમ પહોચી હતી અને બે દુકાન તેમજ એક ખાનગી પ્લોટ ની દીવાલનું ગેર કાયદે દબાણ તોડી પાડવામાં આવ્યું હતું જોકે આ દબાણ તોડ્યા બાદ તેનો કાટમાળ જાણે  દુર કરવાનું ભુલાઈ ગયું હોય તેમ એક સપ્તાહ જેટલો સમય થવા છતાં સ્થિતિ જેમને તેમ છે જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો તેમજ શાળા આવતા જતા બાળકો માટે જોખમ કારક બન્યું છે એક તરફ રોડની કામગીરી ચાલતી હોવાથો રોડ મોટા ભાગનો બંધ છે જેટલી જગ્યા બાકી છે તેમાં પણ આ કાટમાળ ને કારણે જોખમ સર્જાયું છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW