વાંકાનેર તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આવતા એક ગામની યુવતીને અગાઉ તેના જ ગામના વિજય મોહનભાઈ ચાવડા નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો જોકે બાદમાં યુવતીના પરિજનોને ખ્યાલ આવતા યુવક સાથે સબંધ તોડી નાખવા જણાવતા યુવતી તેની સાથે સબંધ તોડી નાખતા આરોપી યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને પ્રેમ સબંધ રાખવા દબાણ કરતો હતો જોકે યુવતીએ સબંધ ન રાખવાનું જણાવતા ધરાર પ્રેમીએ યુવતી સાથેના ફોટો પોતાના સોશ્યલ મીડિયામાં મુકી તેને બદનામ કરવા પ્રયાસ કર્યો હતો અને તેનો પીછો કર્યો હતો જેથી આ બાબતે યુવતીએ આરોપી વિજય ચાવડા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.

