હળવદ પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મિયાણી ગામથી હળવદ તરફ જવાના રસ્તે રેડ કરી હતી. જ્યાં ડાભેરી તળાવના નાળા પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતો સુરેશભાઇ ભીખાભાઇ કુરીયાને રૂ.1,360ના મુદામાલ સાથે પોલીસે પકડી લઇ તેની સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.