HomeGujaratમોરબીમાં ખોટી ફરિયાદ અને પરિવારને મળતી ધમકીથી કંટાળી યુવકે ઝેરી દવા...

મોરબીમાં ખોટી ફરિયાદ અને પરિવારને મળતી ધમકીથી કંટાળી યુવકે ઝેરી દવા પી કર્યો આપઘાત ભાજપના યુવા નેતા સહિત ત્રણ શખ્સ સામે ફરિયાદ

માળીયા ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ સાથે મળી ત્રણ શખસે સાળા બનેવીને ખોટા પોલીસે કેસમાં ફસાવી ધમકી આપતા યુવાને કર્યો આપઘાત

મોરબીના મહેન્દ્રનગર ગામમાં આવેલા હનુમંત એપાર્ટમેન્ટમાં રહેતા યુવાનના બનેવી એ લોકો પાસે ઉછીના આપેલા રૂપિયા માગતા હોય પણ તે રૂપિયા લેનાર રૂપિયા પાછા ન આપતા તેના સાળા ને હકીકત જણાવી હતી જે બાદ સાળાએ તે શખ્સોને રૂપિય પાછા આપી દેવા કહેતા ઉછીના રૂપિયા લેનાર શખ્સ દ્વારા માળિયા તાલુકા ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ સાથે મળી યુવક પર પોલીસ ફરિયાદ કરી હતી અને એક વીડિયો માં તેના પિતા ને ટ્રેક સાથે એકસીડન્ટ કરવી મરાવી નાખશે તેવી ધમકી આપતા હોય આરોપીઓની હેરાનગતિથી કંટાળી અંતે યુવાને ગત તા 14 ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી ગંભીર હાલતમાં પ્રથમ મોરબી બાદ રાજકોટ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો રાજકોટ ખાતે આ યુવાનનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે મૃતક યુવકના બનેવી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના ઉંમર ટાઉનશીપ વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ લીખીયાએ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આશિષ પાડલીયા હિતેશ દસાડીયા અને કમલેશ ઉર્ફે મહેશ માંડવીયા નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે
આશિષ પાડલીયાને સોલાર નો વ્યવસાય કરવા 1 કરોડ 26 લાખ જેટલી મોટી રકમ જ્યારે થ્રી હેર ડ્રેસર નામથી ધંધો કરતા અને કમલેશ માંડવીયા નામના શખ્સને 6 લાખ રૃપિયા હર્ષદભાઈ એ ઉછીના રૂપિયા આપેલા હતા પરંતુ આ લોકો દ્વારા તેમને રૂપિયા પરત ન આપવામાં આવતા તેઓએ તેમના સાળાએ ગત તા વિપુલ ભાઈ વિડજાને વાત કરી હતી જેથી વિપુલભાઇ આશિષ અને કમલેશ પાસે તેમના બનેવીના રૂપીયા પાછા આપી દેવા જણાવ્યું હતું.જોકે આરોપીએ ધાક ધમકી આપી હતી તેમજ થોડા દિવસો પહેલા આરોપી આશિષ પાડલીયા તેના ફઈના દિકરા હિતેશ વાસુભાઈ દસાડીયા કે જે માળિયા તાલુકા ભાજપ ના યુવા મોરચાનો પૂર્વ પ્રમુખ હોય અને રાજકીય રીતે સાઠ ગાઠ ધરાવતા હોવાનો ફાયદો ઉઠાવી ઉછીના રૂપિયા ન આપવા હોવાથી ફરિયાદી હર્ષદ ભાઈ તેના સાઢુ નરેન્દ્ર ભાઈ તેમજ સાળા વિપુલ વિડજા સામે ખોટી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેમજ હિતેશે વિપુલને તેના પિતા બાઇક પર જતા હોય અને પાછળ ટ્રક જતો હોય તેવો વિડીયો બતાવી તેનાથી એકસીડન્ટ કરાવી મારી નાખવાની ધમકી આપતા વિપુલને લાગી આવ્યું હતું અને ઝેરી દવા પી આપઘાત કરી લીધાનું જણાવ્યું હતું બનાવ અંગે હર્ષદ ભાઈની ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW