HomeGujaratમોરબી મનપા રચનાને એક વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને કચેરીના કામકાજથી અવગત...

મોરબી મનપા રચનાને એક વર્ષની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓને કચેરીના કામકાજથી અવગત કરાશે

મોરબી મહાનગરપાલિકાની રચનાને આગામી 1 જાન્યુઆરીએ એક વર્ષ પૂર્ણ થતા હોય અને આ એક વર્ષની  MMC@1 ની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે મોરબીની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમજ મહાનગરપાલિકાની કામગીરીથી વિદ્યાર્થીઓ અવગત થાય તે માટે પ્રાયોગિક ધોરણે નક્કી કરેલી શાળાના વિદ્યાર્થીઓને મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે વિઝીટ માટે સોમવારે  બોલાવવામાં આવશે અને  દરેક શાખાની કામગીરીની જાણકારી આપવામાં આવશે.

વિદ્યાર્થીએ આવનાર ભવિષ્યની પેઢીના દેશના નાગરિકો કહેવાય છે, દેશના વિદ્યાર્થીઓ સક્ષમ અને મજબૂત હશે તો આપણું ભાવી સુંદર હશે, મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા દેશના ભાવી વિદ્યાર્થીઓને ઉજ્જવળ અને સક્ષમ બનાવવા માટે MMC@1 ની ઉજવણી સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને શિક્ષણ માટે સરકારી – ખાનગી શાળાના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ ને પ્રાયોગિક ધોરણે નક્કી કરેલી કુલ 10 શાળા ના વિદ્યાર્થીઓને મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતે તા. 29/ 12/ 2025 ના રોજ સવારે 10:30 એ લાવવામાં આવશે, ત્યારબાદ કચેરીના તમામ વિભાગો થી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે, વધુમાં શાળાકીય વિદ્યાર્થીઓ વિઝીટ માં આવશે ત્યારે તેમને વિવિધ શાખા માં અધિકારી બનાવવામાં આવશે, મહાનગરપાલિકાની કામગીરીની નખશીખ જાણકારી શાળાકીય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને MMC દ્વારા પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમ બાદ તા. 30/ 12/ 2025 ના રોજ યોજાનાર A Day With Commissioner માટે શ્રેષ્ઠ દેખાવ કરનાર 10 બાળકોની પસંદગી કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાયોગિક ધોરણે હાથ ધરવામાં આવ્યું છે, જેમાં સરકારી – ખાનગી નક્કી કરેલી શાળાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW