HomeGujaratહળવદના સુંદરગઢ ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

હળવદના સુંદરગઢ ગામે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો

હળવદના સુંદરગઢ ગામે સ્મશાનની નજીક રહેતી નીતાબેન દેવજીભાઈ પીપળીયા પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવતી હોવાની હળવદ પોલીસને માહિતી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મહિલા આરોપીના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી 125 લીટર ગરમ આથો, 3 લીટર તૈયાર દેશી દારૂ તેમજ દારૂ બનાવવાની ભઠ્ઠીના વિવિધ સાધનસામગ્રી મળી આવી હતી. પોલીસે કુલ રૂ. 3,7225 કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હળવદ પોલીસે તે મહિલા આરોપી નીતાબેન દેવજીભાઈ પીપળીયા વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW