HomeGujaratSaurashtra Kutchhમોરબીના શહીદ જવાનના પરિવારને ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે રૂ. 1...

મોરબીના શહીદ જવાનના પરિવારને ધારાસભ્યો અને જિલ્લા પંચાયત પ્રમુખના હસ્તે રૂ. 1 લાખની સહાય અપાઈ

મોરબી જિલ્લાના વતની ગણેશભાઈ મનસુખભાઇ પરમાર જેઓ ભારતના લશ્કરી દળમાં ફરજ બજાવતાં હતા. તેઓ ચાલુ ફરજ દરમ્યાન તા.09/12/2025ના રોજ શહીદ થતાં સમગ્ર જિલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ. દેશસેવામાં પોતાનું અમૂલ્ય બલિદાન આપનાર શહીદ ગણેશભાઇ મનસુખભાઇ પરમારને જિલ્લા પંચાયત-મોરબી દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતા આ દુઃખદ અવસરે શહીદના પરિવારજનોને આર્થિક સહારો મળી રહે તે હેતુસર મોરબી જિલ્લા પંચાયત દ્વારા મંત્રી(રા.ક.) કાંતિલાલ અમૃતિયા તથા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી ના હસ્તે રૂપિયા 1,00,000 (એક લાખ રૂપિયા)ની સહાય મંજૂર કરી શહિદના પત્નિ પરમાર સંગિતાબેન ગણેશભાઇને ચેક અર્પણ કરવામાં આવ્યો. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, જિલ્લા વિકાસ અધિકારી તથા તમામ જિલ્લા પંચાયત સદસ્યઓએ શહીદના બલિદાનને નમન કરી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમજ શહીદ ગણેશભાઈ પરમારનું બલિદાન હંમેશા યાદગાર રહેશે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW