મોરબી બાયપાસ રોડ દલવાડી સર્કલ રોડ ઉપર ગઈકાલના રોજ GJ-36-V-8222 નંબરના ટાટા કંમ્પની મોડલ નં-1216 ગાડીના ચાલક શોકભાઇ કાનજીભાઇ ધંધુકીયાએ ગાડી પુરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી GJ-03-HF-7956 નંબરના એકટીવાને હડફેટે લઈ અકસ્માત સર્જયો હતો. જેમાં એકટીવા ચાલક લવજીભાઇને શરીરે નાની મોટી તથા કમરના નીચેના ભાગે તેમજ ડાબા પગના સાથરના ભાગે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્રએ આરોપી GJ-36-V-8222 નંબરના ગાડી ચાલક વિરુદ્ધ સીટી એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

