HomeGujaratવ્યાજખોરોએ રૂપિયા વસુલવા બે ફ્લેટ, સહી વાળા કોરા ચેક પડાવી લીધા તેમ...

વ્યાજખોરોએ રૂપિયા વસુલવા બે ફ્લેટ, સહી વાળા કોરા ચેક પડાવી લીધા તેમ છતાં ધમકી આપતા યુવાને કંટાળી ફિનાઈલ પીધી

મોરબી સિટીમાં ફરી વાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. યુવાનને વ્યાજે લીધેલા રૂ 10 લાખ ના બદલામાં  વ્યાજખોરોએ તેની પાસેથી 40 લાખની ઉઘરાણી કરી હતી જેના બદલામાં પ્રથમ એક ફ્લેટ જેની રૂ 30 લાખ ગણી આ ફ્લેટ પોતાના નામે કબજે કરવી લીધો હતો. બાદમાં  વધુ 10 લાખની માગણી કરી હતી જે રકમ ન ચૂકવી શકતા આરોપીએ બીજો એક ફ્લેટ પણ પડાવી લીધો હતો આ ઉપરાંત બે જેટલા કોરા ચેકમાં સહીઓ લઇ તે પણ પડાવી લઇ રૂપિયાની કડક ઉઘરાણી કરી ધમકી ઓ આપતા યુવાને કંટાળી જઇ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો બનાવ અંગે યુવાનની પત્નીએ એ ડીવીઝન પોલીસ મથકમાં 4 જેટલા શખ્સ સામે ફરિયાદ નોધાવી હતી.

મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર રોડ પર આવેલ ઉમિયા સોસાયટીમાં રહેતા ડિમ્પલબેન અમિતભાઈ વડગામાએ આરોપી દીપકસિંહ વાઘેલા, આકાશ કાથરાણી, રમેશભાઈ રામભાઈ બોરીચા અને ભગવાનભાઈ કુંભારવાડીયા સામે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પતિ અમિતભાઈ વડગામા આરોપી દીપકસિંહ સાથે જુગારમાં રૂ. 22,00,000 હારી જતા તે રકમ ચૂકવવા માટે આકાશ કાથરાણી પાસે રૂ.10 લાખ પાંચ ટકાના વ્યાજે લીધેલ હોય જે વ્યાજ સહિતની રકમ પેટે આરોપી આકાશએ અમિતભાઈને ધાકધમકી આપી બળજબરી પૂર્વક બે ફ્લેટના દસ્તાવેજ કરાવી બળજબરી પૂર્વક લઈ તેમજ દીપકસિંહને રૂપિયા આપવા માટે અમિતભાઈએ રમેશભાઈ બોરીચા અને ભગવાનભાઈ કુંભારવાડીયા પાસેથી સાડા પાંચ લાખ અને અઢી લાખ પાંચ ટકાના વ્યાજે લીધેલ જેનું વ્યાજ ચૂકવેલ અને છેલ્લા બે મહિનાથી તબિયત સારી ન હોવાથી વ્યાજની રકમ ચૂકવી નહીં શકતા તમામ આરોપીઓ પોતાની વ્યાજ તથા મૂળ રકમ મેળવવા માટે આરોપીઓએ ફરિયાદીન પતિ અને તેના સસરાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ અમિતભાઈએ કંટાળી જઇ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW