મોરબી જિલ્લામાં સાઈબર ક્રાઇમ પોલીસ દ્વારા સતત વધી રહ્યા છે. તાજેતરમાં અલગ અલગ પોલીસ મથકમાં 7થી વધુ ફરિયાદ નોંધાવી હતી. અને 21 થી વધુ લોકો સામે ગુનો નોંધી આરોપીઓપીની ધરપકડ કરી હતી. જે બાદ વધુ બે પોલીસ મથકમાં બે ફરિયાદ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં પ્રથમ ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં સાહીદભાઇ સુભાનભાઇ મુલતાની વિરલ હિમતભાઇ ઇસલાણીયા દિપેશ હિમતભાઇ ઇસલાણીયા રહે. બંન્ને મોરબી સમીર બદીયાણી સામે ફરિયાદ નોંધાઈ હતી જેમાં આરોપીઓ દ્વારા સમીર બદીયાણી મારફતે રૂ. 908785/- વિરલ, તેના ભાઇ દિપેશ તથા તેની સાથેના અન્ય ઇસમોએ મળી પોતાના આર્થિક ફાયદા સારૂ પૂર્વ આયોજીત કાવતરૂ રચી સાયબર ફ્રોડના કે છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા સતત અલગ-અલગ વ્યકિતઓને એજન્ટ બનાવી તેઓના તથા તેઓ મારફત અન્ય બેંક એકાઉન્ટ ધારકોને કમીશનની લાલચ આપી સાયબર ફ્રોડના કે છેતરપીંડીથી મેળવેલ નાણા જમા કરાવી તે રકમ ચેક, એ.ટી.એમ.થી વિડ્રોલ કરી સગેવગે કરવાની પ્રવૃતિ સત્તત ચાલુ રાખી ગ સીન્ડીકેટ કરી સાયબર ફ્રોડ કે છેતરપીંડીના નાણા સગેવગે કરી આર્થિક લાભ મેળવ્યો હોવાનું સામે આવ્યું હતું બીજી એક ફરિયાદ સાઈબર ક્રાઇમ પોલીસ મથકમાં (૧) વસંત જેરાજભાઇ વાઘેલા, લાલજીભાઇ શામજીભાઇ દેગામા ,રવિભાઇ ગઢવી ગોપાલભાઇ ઉપસરીયા સામે નોંધાઈ હતી.જેમાં આરોપીઓ સામે આયોજીત કાવતરૂ રચી સાયબર ફ્રોડ છેતરપીંડીના નાણા મેળવી ઉપરોકત બન્ને એકાઉન્ટ ધારક આરોપી નં. (૧),(૨) નાઓને પોતાના એજન્ટો નીમી કમિશન આપી, વધુ લાલચ આપી સત્તત સાયબર ફ્રોડના કે છેતરપીંડીથી મેળવેલ નાણા રૂ. 201120/- નાણા જમા કરાવી તે રકમ ચેક, એ.ટી.એમ. થી વિડ્રોલ કરાવી તે નાણા સગેવગે કરવાની પ્રવૃતિ સત્તત ચાલુ રાખી ગુન્હાહીત સીન્ડીકેટ કરી સાયબર ફ્રોડ કે છેતરપીંડીના નાણા સગેવગે કરી આર્થિક લાભ મેળવેલ હોવાનું સામે આવતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી

