ભારતના ચૂંટણી પંચે ગુજરાત સહિત કુલ 12 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઇઆરનું સમય પત્રક જાહેર કરાતા જિલ્લામાં 4 નવેમ્બરથી SIRની મતદાર યાદી સુધારણાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ કામગીરી મોરબી જિલ્લામાં કુલ બીએલઓ અને સહાયક બીએલઓ તેમજ ડેટા ઓપરેટર 1498ને સોંપવામાં આવી હતી. જેના પગલે બાળકોનું શિક્ષણ બગડ્યું હોવાની વાલીઓએ ચિંતા વ્યક્ત કરી હતી.
બીએલઓને ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવવા, હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવી સહિતની પ્રક્રિયામાં પ્રતિબુથ 1200 મતદારોની પહેલની અમલવારીના ભાગ સ્વરૂપે બૂથ રેશનલાઇઝિંગ કરી એક પરિવારના તમામ સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે ડોર ટુ ડોર ફરી મતદારયાદી તૈયાર કરવાની કામગીરી શાળા સમય બાદ કરવાની સુચના હતી.
આથી શાળા સમય બાદ કામગીરી થઈ શકતી ન હોય શિક્ષકે બબ્બે મોરચે લડવું પડતા અંતે બાળકોના શિક્ષણ પર માઠી અસર થઈ હતી. 40 દિવસથી આ કામગીરી ચાલુ 585 શાળાના 90 હજાર બાળકોનું શિક્ષણ કાર્ય કથળ્યું હોવાની ફરિયાદો સામે આવી છે.

