હળવદ પોલીસ દ્વારા ફરી એકવાર સક્રિયતા દાખવી ખેડૂતોના હકનું યુરીયા ખાતર બારોબાર સગેવગે થવાનું કૌભાડ પકડી પાડ્યું હતું હળવદ પોલીસ મથકના પી આઈ આર ટી વ્યાસ અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક આઈસર ટ્રકમાં ગેર કાયદેસર કોઈ આધાર પુરાવા વિનાની ખેતીમાં ઉપયોગમાં લેવાતી સબસીડી યુક્ત યુરીયા ખાતરની બેગનો મોટો જથ્થો હેરાફેરી થઇ રહી છે આ બાતમી આધારે હળવદ પોલીસે વોચ ગોઠવી હતી અને કોયબા ગામના પાટિયા પાસેથી જીજે ૩૬ વી ૫૭૧૬ નંબરનાં આઈસર ટ્રક માંથી રૂ ૮ લાખની કિમતનો ૪૦૦ બેગ યુરીયા ખાતરનો જથ્થો પકડી પાડ્યો હતો જે બાદ આ જથ્થો પોલીસ મથકે લાવ્યો હતો તેમજ મોરબીના મકનસરના વતની નાગજી રાજા ગમારા નામના આઈસર ચાલક તેમજ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રાણેક્પરના કરશન સેલાભાઈ ડોરાળાને ઝડપી લીધા હતા પોલીસે સ્થળ પરથી એક આઈસર ટ્રક એક કાર અને ૪૦૦ બેગ રાસાયણિક યુરીયા ખાતર મળી કુલ ૧૫ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને તેઓ વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

