HomeGujaratમોરબી PGVCL દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત 13 ડિસે.વીજ સલામતી ઊર્જા બચત...

મોરબી PGVCL દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત 13 ડિસે.વીજ સલામતી ઊર્જા બચત રેલી યોજશે

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડિસેમ્બર 2025 ને ઊર્જા બચત માસ તરીકે ઉજવી રહ્યું હોય જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ઊર્જા બચત ની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચત નો સંદેશ છેવાડા ના ગ્રાહકો સુધી પહોચાડવા તેમજ ઊર્જા બચત નો હેતુ સિદ્ધ કરવા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરેલ છે.
વધુમાં, તા -08 ડિસેમ્બર થી 13 ડિસેમ્બર દરમિયાન સલામતી સપ્તાહ તરીકે ઊજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે , તા 13.12.2025 નાં રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતી ની રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટ નું વિતરણ દ્વારા વીજ સલામતી બાબતે સામાન્ય જનતા ને અવગત થાય તે હેતુ અંગે નું આયોજન કરેલ છે. જે સવારે 9-30 કલાકે પાવર હાઉસ કમ્પાઉન્ડ – ગેંડા સર્કલ – મયુર પુલ – નગર દરવાજા – રવાપર રોડ – બાપા સીતારામ ચોક – નવા બસ સ્ટેન્ડ – ભક્તિ નગર સર્કલ નાં રૂટ મુજબ નું આયોજન કરેલ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW