મોરબીના ખીરઈ ગામના સીમ વિસ્તારમાં અનવર ઉર્ફે અન્નુ હસનભાઈ ભટ્ટીની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ખારી તલાવડીના કાંઠે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવવા માટેનો 4000 લીટર આથો અને 105 લીટર તૈયાર દેશી દારૂ, એમ કુલ રૂ. 1,21,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી અનવર ઉર્ફે અન્નુ હસનભાઈ ભટ્ટી રહે. હાલ ખીરઈ ગામ, મૂળ સુરેન્દ્રનગર હાજર ન મળતા, માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તેમજ માળિયા મિયાણા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે ખીરઈ ગામમાં પાણીના સંપની પાછળના ભાગમાં તલાવડીના કાંઠે યુસુફભાઈ ઉર્ફે ભાણો સંધવાણીની દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી મળી હતી. આ સ્થળે દરોડો પાડતા, પોલીસે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતો 2200 લીટર આથો અને 260 લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ. 1,02,650નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી યુસુફભાઈ ઉર્ફે ભાણો અલ્લારખાભાઈ સંધવાણી (રહે. ખીરઈ ગામ) સ્થળ પર હાજર ન હોવાથી તેની સામે પણ માળિયા તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

