HomeGujaratનવી બનેલી 9 મનપામાંથી મોરબીનો છેલ્લેથી ત્રીજો રેન્ક! મોટાભાગના પ્રોજેક્ટ જાહેર થયા...

નવી બનેલી 9 મનપામાંથી મોરબીનો છેલ્લેથી ત્રીજો રેન્ક! મોટાભાગના પ્રોજેક્ટ જાહેર થયા પણ શરુ ક્યારે થશે ?

રાજ્ય સરકારે જાહેર કરેલી 9 મહાનગર પાલિકામાં છેલ્લા 11 મહિના દરમિયાન કેટલો વિકાસ થયો છે અને આ સમય દરમિયાન  મહાનગર પાલિકા એ કેટલા પ્રોજેક્ટ મુક્યા હતા અને તેની હાલ શું સ્થિતિ છે તે અગે અર્બન ડેવલપમેન્ટ એન્ડ  અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટ દ્વારા રીવ્યુ કરવામાં આવ્યો હતો જેમાં  6 જેટલી સુવિધા અને આયોજન અંગેના પિલર નક્કી કર્યા હતા.  સપ્ટેમ્બર  અને ઓક્ટોબર સુધીમાં થયેલ કામગીરીનો રીવ્યુ કરી તે અંગેનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે .આ રીવ્યુમાં મોરબી મહાનગર પાલિકાને મોટી પછડાટ મળી છે કારણ કે મોરબી મનપા આ પ્રોગ્રેસિવ રિપોર્ટમાં કુલ 9 કોર્પોરેશનમાંથી છેક 7 માં ક્રમે ધકેલાઈ છે અને તેનું એક કારણ શહેરના મોટાભાગના વિકાસ કામના પ્રોજેક્ટ પ્રથમ સ્ટેજમાં જ હોવાનું સામે આવ્યું છે મનપા દ્વારા જાહેર કરેલ રીપોર્ટમાંથી કેટલાક ટેન્ડર સ્ટેજ પર છે અથવા તેનાથી પણ નીચેના સ્ટેજ પર છે મહાનગર પાલિકા બન્યા બાદ જાહેર કરેલા પ્રોજેક્ટ હાથમાં લેવાયું હોય ને નિર્માણ કામ પૂર્ણ થયુ હોય તેવા એક પણ પ્રોજેક્ટ હજુ સુધી સામે આવ્યા નથી અને તેના કારણે મહાનગર પાલિકાનો પ્રોગ્રેસિવ રીપોર્ટ નીચો આવ્યો છે.

કરમસદ-આણંદ મહાનગર પાલિકા દ્વારા નિર્ધારિત કરાયેલા સારી સેવાની ઉપલબ્ધી,સારી રીતે નાગરિકો સાથે જોડાણ ,સારું શાસન,સ્થાયી આયોજન અને વિકાસ , સસ્તા આવાસ અને રોજગાર વ્યવસ્થા તેમજ બેટર કનેક્ટિવિટી આ તમામ બાબતોમાં અન્ય કોર્પોરેશન કરતા ખુબ સારું કામ કરી કુલ 51.09 ટકા પ્રોગેસીવ રીપોર્ટ હાંસલ કર્યો છે જેની સામે મોરબી મહાનગરપાલિકા માંડ 37.61 ટકા મેળવી શકી હતી પરિણામે તેનો છેલ્લે થી ત્રીજો ક્રમ આવ્યો હતો.

મોરબી મહાનગર પાલિકાનું સેવાની ઉપલબ્ધીમાં માર્કિંગ જોઈએ તો 25 માંથી માત્ર 6.34 ટકા મળ્યા હતા તો,સારી રીતે નાગરિકો સાથે જોડાણ માટે 10માંથી માત્ર 3.90 ટકા મળ્યા છે ,સુશાસનની વાત કરીએ તો 20 માંથી માત્ર 3.38 ટકા મળ્યા હતા ,સ્થાયી આયોજન અને વિકાસની સ્થિતિ જોઈએ તો 20 માંથી માત્ર 7.56 ટકા મળ્યા છે , સસ્તા આવાસ અને રોજગાર વ્યવસ્થા 10.54 ટકા જયારે બેટર કનેક્ટિવિટી બાબતમાં 15 ટકા માંથી માત્ર 5.90 ટકા આમ કુલ અલગ અલગ 6 કેટેગરીના 100 ટકા માંથી 37.61 ટકા જ પ્રાપ્ત થયા હતા.

મોરબી મહાનગર પાલિકા જાહેર થયા બાદ શહેરમાં ભૂગર્ભ ગટર, રોડ પે એન્ડ યુઝ પાર્કિંગ,જાહેર રોડ પર વૃક્ષારોપણ અને મેન્ટેનન્સ સહિતના અનેક પ્રોજેક્ટ ઓનલાઈન ટેન્ડરમાં મૂક્યા હતા. જો કે તેમાંથી ઘણા પ્રોજેક્ટમાં એજન્સીઓએ રસ ન દાખવતા બે અથવા ત્રણ વખત ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવી પડી હતી, જેના કારણે પ્રોજેક્ટ શરુ જ ન થયા. આવી સ્થિતિમાં પ્રોજેક્ટ ડીલે થવાથી રેન્કિંગ ઘટ્યુ હોવાની સ્થિતિ બની છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW