HomeGujaratટ્રાફિકનું ભારણ ઘટાડવા મોરબીના મચ્છુ નદી પર વધુ એક બ્રીજ બનશે ...

ટ્રાફિકનું ભારણ ઘટાડવા મોરબીના મચ્છુ નદી પર વધુ એક બ્રીજ બનશે 156 કરોડના ખર્ચે કેબલ સ્ટે બ્રિજને ફાયનાન્સીયલ બોર્ડની મંજુરી

મોરબી શહેરમાં મચ્છુ નદીમાં વધુ એક બ્રીજ નિર્માણ કરવાની વર્ષો જૂની માંગણી છે ટ્રાફિકનું સતત ભારણ ઘટાડવા લીલાપરથી ભડિયાદ ને જોડતા રોડ રોડ મચ્છુ નદી પર બ્રિજ નિર્માણ માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે  મહાનગરપાલિકા બન્યા બાદ ફરી એકવાર લીલાપરથી ભડિયાદને જોડતો મચ્છુ નદી પર બ્રીજ નિર્માણ કરવા તૈયારી તેજ કરી છે. મ્યુનીસીપલ કમિશ્નર સ્વપ્નીલ ખરેના માર્ગદર્શનમાં મહાનગર પાલિકા દ્વારા રૂ 156.67 કરોડના ખર્ચે 360 મીટર લાંબાની ફોર લેન કેબલ સ્ટેડ બ્રિજ નિર્માણ માટે ગુજરાત ફાયનાન્સીયલ બોર્ડના ડીપીઆર તૈયાર કરીને મોકલ્યો હતો જે બાબતે મોરબીના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાના પ્રયાસથી આ બ્રિજ નિર્માણ માટે ના ડીપી આર ને મંજુરી આપવામાં આવી છે હવે આ માટે આગામી દિવસોમાં બાકી જરૂરી પ્રકિયા હાથ ધરવામાં આવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW