HomeGujaratમોરબીના પૂર્વ ડીડીઓ પ્રજાપતિને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સન્માનિત કરાયા

મોરબીના પૂર્વ ડીડીઓ પ્રજાપતિને શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સન્માનિત કરાયા

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની વિવિધ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીઓનુ મુલ્યાંકન સરકાર દ્વારા થતુ હોય છે. જેમાં શિક્ષણ, આરોગ્ય, પંચાયત અને ગ્રામીણ વિકાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, પશુપાલન, મહિલા અને બાળ વિકાસ, માર્ગ અને મકાન, સિંચાઈ, આંકડા, આયુર્વેદ, સમાજકલ્યાણ સહિતના તમામ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીના આધારે ગુજરાત કક્ષાએ વિભાગ વાઇઝ તેમજ ઓવર-ઓલ રેંક નક્કી કરવામાં આવતો હોય છે.
વર્ષ 2024-25ની કામગીરી બાબતે સામાન્ય વહિવટ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા જે. એસ. પ્રજાપતિ તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારી-મોરબી (હાલ કલેકટર વાવ-થરાદ, ગુજરાત રાજ્ય)ને ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે યોજાયેલ ચિંતન શીબીર દરમ્યાન તા. 29/11/2025ના રોજ શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સન્માનિત કરેલ છે. પ્રજાપતીએ આ સિદ્ધી હાંસલ કરીને જિલ્લા પંચાયત મોરબીના તમામ સ્ટાફાનુ ગૌરવ વધાર્યુ છે. આવી ઉત્કૃષ્ટ કામગીરીનો શ્રેય  જિલ્લા વિકાસ અધિકારીએ તેમની ટીમમાં સામેલ દરેક અધિકારી તેમજ દરેક વિભાગના કર્મચારીઓને આપતા જણાવ્યું છે કે, જિલ્લા પંચાયતના દરેક વિભાગોની કામગીરી જે-તે અધિકારી તેમજ કર્મચારીના અમુલ્ય ફાળા અને નિષ્ઠા વગર શક્ય નથી.
આમ જિલ્લા પંચાયતના દરેક અધિકારી તેમજ પાયાના દરેક કર્મચારીની મહેનતથી શિક્ષણ, આરોગ્ય, પંચાયત અને ગ્રામીણ વિકાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, પશુપાલન, મહિલા અને બાળ વિકાસ, માર્ગ અને મકાન, સિંચાઈ, આંકડા, આયુર્વેદ, સમાજકલ્યાણ સહિતના તમામ વિભાગોની વિવિધ યોજનાઓની કામગીરીમાં ઉત્કૃષ્ટ દેખાવને લીધે આ સિધ્ધિ પ્રાપ્ત થયા હોવાનું તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારીએ તેમની યાદીમાં જણાવેલ છે.
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW