HomeGujaratહળવદના ચાડધ્રા ગામે સરપંચની ચૂંટણીનો ખાર રાખીને પિતા પુત્ર પર 5 શખ્સોનો...

હળવદના ચાડધ્રા ગામે સરપંચની ચૂંટણીનો ખાર રાખીને પિતા પુત્ર પર 5 શખ્સોનો હુમલો

હળવદના ચાડધ્રા ગામે રહેતા દોલતભાઈ હરીસંગભાઈ ટાપરીયાએ આરોપી બટુકભાઇ કશુભાઇ ટાપરીયા, મહેશભાઇ બટુકભાઇ ટાપરીયા, ઘનશ્યામદાન અંબાદાન ટાપરીયા, જશકરણભાઇ બટુકભાઇ ટાપરીયા ઉપરોકત ચારેય રહેવાસી.ચાડધ્રા ગામ તાલુકો. હળવદ અને રવિદાન વિષ્ણુદાન હાલે રહેવાસી.ચાડધ્રા ગામ તાલુકો.હળવદ મૂળ રહે. જામનગર વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓએ સરપંચની ચુંટણીમાં તેમના પક્ષે વોટ નહીં આપ્યાનો ખાર રાખી ફરીયાદી દોલતભાઇ તથા દોલતભાઇના દિકરા રવિદાન સાથે બોલાચાલી ઝગડો કરી આરોપીઓએ લાકડાના ધોકા વડે મારમારી તથા ફરીયાદીના દિકરાને છરી વડે ઇજા પહોંચાડી ફરીયાદી તથા તેના પુત્રને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરીયાદ આધારે આરોપીઓ સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW