માળીયા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબી-નવલખી રોડ પાસે નાના દહીસરા ગામના ફાટક પાસે આવતા રોડની બાજુમાં ખુલ્લા પ્લોટમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરતા હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ સફળ રેઇડ કરી તે જગ્યાએથી અલગ-અલગ બેરલમાં રહેલ ડિઝલ લીટર 600 તથા GJ-36-T-7536 નંબરનું ટેન્કર તથા ટેન્કરમાં ભરેલ 23,600 લીટર મળી કુલ મુદામાલ કિ.રૂ. 36,65,600 સાથે એક ઇસમ ઇમ્તીયાઝભાઇ સુલેમાનભાઇ ગજીયા રહે. જામમગરવાળાને પકડી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ હરદેવભાઇ રાણાભાઈ છૈયા રહે. જશાપર તા માળીયાવાળાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

