મોરબી નજીક લાલપર ગામ પાસે આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલા એબીસી બીલ્ડ ઇન્ડિયા કંપનીના શેડમાં ગેર કાયદે પીડીલાઇટ કંપનીની પ્રોડક્ટ રોફ ટાઈલ્સ એન્ડ સ્ટોન ફિક્સિંગ પાવડર ની નકલી બેગ બનાવી તેમાં કંપનીના લોગોની કોપી કરી તેમાં પોતાની હલકી ગુણવત્તાની પ્રોડક્ટ ભરી તેનું વેચાણ કરી કંપનીને આર્થિક રીતે તેમજ તેની શાખને નુકશાન પહોચાડવામાં આવતી હોવાની ફરિયાદ કંપનીના મેન્જેર દ્વારા કરવામાં આવતા મોરબી એલસીબી ની ટીમ ફરીયાદી એ જણાવેલ સ્થળ પર પહોચી હતી અને સ્થળ પર પહોચી હતી અને સ્થળની તલાસી લેતા ત્યાંથી રોફ ટાઈલ્સ એન્ડ સ્ટોન ફિક્સિંગ કંપનીની ૨૦ કિલોગ્રામ ક્ષમતા પાવડર ભરેલી 2051 બેગ,આજ કંપનની 1370 ખાલી બેગ, બેગ સીલ કરવાનું સિલાઈ મશીન તેમજ પ્રિન્ટીંગ મશીન સહીત રૂ 15 લાખ 18 હજારથી વધુની કિમતનો મુદામાલ મળી આવતા પોલીસે તમામ મુદામાલ જપ્ત કર્યો હતો અને આ સ્થળ પરથી શિરીષભાઈ અમરશીભાઈ ચારોલા તેમજ અનીલ હરીભાઈ બાવરવાને ઝડપી લીધા હતા
બનાવ અંગે પીડીલાઈટ કંપનીનાં મેનેજર મલય યોગેશભાઈ શાહની ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

