HomeGujaratમોરબીના લક્ષ્મીનગર ગામ પાસે મોબાઇલ ટાવરના કેબલ ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે મોબાઇલ ટાવરના કેબલ ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ મોબાઇલ ટાવરના કેબલ ચોરીના ગુનાને અંજામ આપનાર ઇસમો/આરોપીઓ ચોરી કરેલ કોપર કેબલ વાયર લઇ એક ઇકો ગાડીમાં ધરમપુર થી મોરબી તરફ આવનાર છે, જે બાતમીના આધારે ધરમપુર ગામના સ્મશાન પાસે પોલીસે વોંચ ગોઠવી હતી. જે બાદ તે સ્થળેથી એક શંકાસ્પદ ઇકો કાર નીકળતા તેને અટકાવી ચેક કરતા જેમાં આ ગુનામાં ચોરીમાં ગયેલ કોપર કેબલ વાયર મળી આવતા બે ઇસમો કાટીયાભાઇ નરશીભાઈ દેવીપુજક (ઉવ- 32) રહે. કંકાવટી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા દીલીપભાઇ પોપટભાઇ દેવીપુજક (ઉવ- 35) રહે.વાલબાઈ ની જગ્યા પાસે ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગરવાળાને 30 કિલોગ્રામ કોપર વાયર તેમજ એક ઇકો ગાડી રજીસ્ટર નંબર GJ-03-DN-2551 પકડી પાડી અનડીટેકટ કેબલ ચોરીનો ગુનો ડીટેકટ કરવામાં આવેલ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW