મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, રણછોડનગર મેઈન રોડ વિસ્તારમાં શાંતિવન સ્કૂલ પાસે ઇકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય જે બાતમીના આધારે પોલીસે રણછોડનગર મેઈન રોડ પર આવેલા જલારામ પાર્ક અને અમૃત પાર્ક વચ્ચેના ભાગે વોચ ગોઠવી હતી અને GJ-03-NK-3973 નંબરની ઇકો કારને અટકાવી હતી, જોકે પોલીસને જોઈ કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસે આ ઇકો કારની તલાશી લેતા તેમાંથી અલગ-અલગ બ્રાંડની રૂ. 5.88લાખની કિમતની 852બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જે બાદ પોલીસે ઇકો કાર અને દારૂ સહિત રૂ. 10.08 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને કાર ચાલક સામે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

