મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે મોરબી સરકારી હોસ્પિટલના ગેટની પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા રવીભાઇ સવજીભાઇ ખાખરીયા અને જાવીદભાઇ યુનુષભાઇ ખોખર નામના બે શખ્સોને પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ.5,500, બે કી-પેડ ફોન રૂ.1000 તથા GJ-36-AS-6427 નંબરનું એકટીવા કિ.રૂ. 60,000 એમ કુલ મળી કિ.રૂ. 66,500નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

