માળીયા મીંયાણા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે વેજલપર ગામમાં આવેલ નવા પ્લોટમા કોળીવાસ શેરીમાં જાહેરમાં જુગાર રમતા રાહુલભાઇ રામજીભાઈ ઝીંઝુવાડીયા, મનસુખભાઇ કારૂભાઇ ઝીંઝુવાડીયા, વીક્રમભાઇ સુંદરજીભાઇ સુરેલા, ગૌતમભાઇ રમેશભાઇ દેગામાં, હિતેશભાઇ ગોવીંદભાઇ સાંતલપરા, મનહરભાઇ ખોડાભાઇ દેગામાં, વિજયભાઇ ગીરધનભાઇ ઝીંઝુવાડીયા, વિનોદભાઇ લાલજીભાઇ ઝીંઝુવાડીયા, ધર્મેશભાઇ દશરથભાઈ ઝીંઝુવાડીયા, હીતેશભાઈ ગણપતભાઇ ઝીંઝુવાડીયા અને ધનજીભાઇ નાનજીભાઇ ઝીંઝુવાડીયા રહે. બધા વેજલપર તા.માળીયા વાળાને રોકડ રકમ રૂ.30,300ના મુદ્દામાલ સાથે પકડી પાડી તે તમામ જુગારીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.

