હળવદ મામલતદાર અલ્કેશભાઈ પ્રફુલ્લ ચંદ્ર ભટ્ટે આરોપી રમેશભાઇ બબાભાઇ કોળી (રહે. કોયબા તા.હળવદ), છગનભાઈ નાગજીભાઈ ધારીયાપરમાર (રહે.હળવદ તા. હળવદ), બીજલભાઈ અમરશીભાઈ કોળી (રહે. કોયબા તા. હળવદ) દલાભાઈ રણછોડભાઈ ડાભી (રહે. મનડાસર તા.થાન જી. સુરેન્દ્રનગર તથા રહે- સુંદરીભવાની તા.હળવદ), દિનેશભાઈ હમીરભાઈ વનાણી (રહે. ઘનશ્યામપુર તા.હળવદ), રાઠોડ માવજીભાઈ ટાભાભાઈ (રહે.ઘનશ્યામપુર તા.હળવદ), જશુબેન બાબુભાઈ ધરમશીભાઈ કોળી (રહે.સુંદરીભવાની તા.હળવદ), મંજુબેન રત્નાભાઈ કોળી (રહે.ઘનશ્યામપુર તા. હળવદ), વનાણી હમીરભાઈ વજુભાઈ (રહે.રાયસિંગપુર તા. મુળી જી.સુરેન્દ્રનગરવાળા) વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યુ છે કે, આરોપીઓએ હળવદના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના રેવેન્યુ રેકડૅ ચાલતી સરકારની અલગ-અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનું બનાવટી રેકર્ડ ઉભુ કરી સરકારની જમીનો પચાવી પાડવાનું આયોજનબધ્ધ કાવતરૂ રચી અલગ-અલગ સરકારની કચેરીના હોદ્દાવાળા બનાવટી ખોટા રબ્બર સ્ટેમ્પ બનાવી ખરા તરીકે ઉપયોગ કરી પોતાના કબજામા રાખી જે તે સમયના સક્ષમ સતાધિકારીઓની ખોટી સહીઓ તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ-અલગ સર્વે નંબરની સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી/કરાવી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

