હળવદના દેવળીયા ગામ નજીક ફાઉન્ટન હોટલ પાસે લુટનો બનાવ બનેલ છે, તેવી માહિતી જન રક્ષક 112 પોલીસને મળતા કોલરને હળવદ પોલીસ મથક ખાતે લાવતા કોલરની યુક્તિ પ્રયુક્તિ થી સઘન પુછપરછ કરતા જણાવેલ કે પોતાની સાથે કોઇ લુટનો બનાવ બનેલ નથી, પરંતુ પોતાના હવાલાવાળી ટ્રકના કાચમાં અજાણ્યા ઇસમોએ પથ્થરના ઘા મારી નુકશાની કરેલ હોય અને પોતાને મુંઢ માર મારેલ હોય જેથી ટ્રકના માલિકને ફોન કરેલ જેથી ટ્રકના માલિકોએ માળીયાના ટ્રાન્સપોર્ટરો મારફતે આ કોલરને ફોનમાં કહેલ કે તુ 112નંબર ઉપર ફોન કરીને કહી દે કે મારી સાથે રૂ. 2 લાખની લુટ થયેલ છે અને મને માર મારેલ છે. જેથી 112માં આ કોલરે પોલીસ મદદ માટે ફોન કરેલ અને જણાવેલ કે કોઇ અજાણ્યા ઇસમોએ મારી ગાડીમાં નુકશાન કરી મારી પાસે રૂ. 2 લાખની લુટ કરેલ છે અને મને માર મારેલ છે તેવી ખોટી માહીતી આપેલ હોય જેથી કોલર તેમજ તેની સાથે ઈસમો સુરેશભાઇ સરજુભાઇ આહિર રહે.હાલ અમદાવાદ મુળ રહે.માનગઝ તા.જી.બલીયા (ઉત્તરપ્રદેશ), બજરંગ ટ્રાન્સપોર્ટ વાળા રાજાભાઇ ઉર્ફે જયેશભાઇ અશોકભાઇ અગ્રવાલ રહે અમદાવાદ, નીલેશભાઇ અગ્રવાલ રહે.અમદાવાદ, ઇરફાન ટ્રાન્સપોર્ટ વાળા હૈદરભાઇ મોવર રહે માળીયા અને અબ્દુલભાઇ ભટ્ટી રહે.માળીયાવાળા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

