HomeGujaratમોરબીમાં ઓફિસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, રૂ.10.38 લાખનો મુદામાલ કબ્જે

મોરબીમાં ઓફિસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, રૂ.10.38 લાખનો મુદામાલ કબ્જે

મોરબી સિટી એ-ડીવીઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે, પ્રિયદર્શન પુર્ણશંકરભાઇ ઠાકર લાતીપ્લોટ શેરીનં.1/2 વચ્ચે આવેલ પોતાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવેછે. જેવી બાતમી આધારે પોલીસે તે જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા પ્રિયદર્શન પુર્ણશંકરભાઇ ઠાકર, ભાવેશભાઇ જેરામભાઇ અઘારા, સંજયભાઇ લક્ષ્મીદાસભાઇ રોજીવાડીયા, દીલીપભાઇ રણછોડભાઇ દેત્રોજા, ફારૂકભાઇ દાઉદભાઇ ચાનીયા, બલભદ્રસિંહ ઉપેન્દ્રસિંહ જાડેજા, અમીતભાઇ ગુણવંતભાઇ ગૌસ્વામી, અકબરભાઇ જુસબભાઇ કટીયા, સુભાનભાઇ ઇકબાલભાઇ જેડા, જુસબભાઇ ગુલમામદભાઇ મોવર, પ્રાણજીવનભાઇ સવજીભાઇ સંઘાણી અને ભરતભાઇ તળશીભાઇ સાંદેશા નામના બાર ઇસમોને પકડી પાડી તેની પાસેથી રોકડ રૂ. 2,08,200, 11 મોબાઇલ કિ.રૂ. 1,80,000, એક કાર તથા ત્રણ બાઇક કિ.રૂ.6,50,000 મળી કુલ રૂ.10,38,200 નો મુદામાલ કબ્જે કરી પોલીસે તે તમામ ઇસમો વિરુધ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW