HomeGujaratમોરબી જિલ્લામાં બિરસા મુંડાની 150 મી જન્મ જયંતીની ઉજવણી બાબતે જિલ્લા કલેક્ટર...

મોરબી જિલ્લામાં બિરસા મુંડાની 150 મી જન્મ જયંતીની ઉજવણી બાબતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બેઠક યોજી

મોરબી જિલ્લામાં બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત 15 નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે, ત્યારે આ ઉજવણીના ભાગરૂપે સંબંધિત વિભાગો સાથે કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બેઠક યોજી હતી.

આ બેઠકમાં બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમોમાં આદિવાસી સમુદાયના લોકોને બહોળી સંખ્યામાં સહભાગી બનાવવા કલેક્ટરે સંબંધિતોને સૂચના આપી હતી.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઉમંગ પટેલ, નાયબ પોલીસ અધિક્ષક વિરલ દલવાડી, મોરબી પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, વાંકાનેર પ્રાંત અધિકારી વિપુલ સાકરીયા, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષચંદ્ર ભટ્ટ તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW