HomeGujaratપ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સીરામીક ઉદ્યોગકરો લાલઘુમ

પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓની દાદાગીરી સામે સીરામીક ઉદ્યોગકરો લાલઘુમ

આજ રોજ મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે સીરામીક ઉદ્યોગકરોની મીટીંગ મળી હતી. જેમાં પ્રોપેન અને એલ પી જી ગેસમાં છેલ્લા ત્રણ મહિના થી ઇન્ટરનેશનલ પ્રાઈઝ ઘટતી જાય છે. તેની સામે પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓ દ્વારા સિન્ડિકેટ બનાવી ઇન્ટરનેશનલ પ્રાઈઝ મુજબ ગેસ સપ્લાય કરવાને બદલે મોનોપોલી બનાવી ઊંચા ભાવમાં સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ટાઇલ્સ વિશ્વના અનેક દેશોમાં એક્સપોર્ટ થતી હોઈ તેવામાં ઉંચા ભાવનો ગેસ વપરાશ કરતા પડતર કોષ્ટ ઉંચી આવતા ઇન્ટરનેશનલ માર્કેટમાં મોરબી ઉદ્યોગ ટકી શકતો નથી.

આ મુદ્દે ઉદ્યોગ કરો દ્વારા આકસ્મિક મિટિંગ બોલાવવામાં  આવી હતી. જેમાં થયેલ ચર્ચા મુજબ હાલ આશરે 5000 રૂપિયા પ્રતિ ટન ઊંચા ભાવમાં પ્રોપેન ગેસ સપ્લાય કરવામાં આવે છે. આ મુદ્દાની ગંભીરતા લઇ ઉદ્યોગકારો દ્વારા વધુ દાદાગીરી કરતી એક કંપની ની પરચેઝ બંધ કરવાનો સામુહિક નિર્ણય લેવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW