HomeGujaratવાંકાનેરના ગારીડા નજીક ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર બે યુવાનોને...

વાંકાનેરના ગારીડા નજીક ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર બે યુવાનોને ઇજા

વાંકાનેરના સમઢીયાળા ગામ જતા રસ્તે આવેલ સનરાઇઝ સ્ટીલ કારખાનાની કોલોનીમાં રહેતા રાહુલભાઇ રામસ્વરૂપ ગરવાએ આરોપી GJ-12-BY-9354 નંબરના ડમ્પર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ગત તા.27/10/2025ના રોજ ફરિયાદી રાહુલભાઇ અને સાહેદ-સુનીલ બંને GJ-36-AB-7681 નંબરનું બાઈક લઇ વાંકાનેર રેલ્વે સ્ટેશનથી સમઢીયાળા ગામ જવાના રસ્તે આવેલ સનરાઇઝ સ્ટીલ કારખાને જતા હોય અને મોટર સાયકલ સાહેદ – સુનીલ ચલાવતો હોય ગારીડા ગામ પાસે હાઇવે રોડ પર પહોચતા GJ-12-BY-9354 નંબરના ડમ્પરના ચાલકે પોતાના હવાલાવાળુ ડમ્પર પાછળથી પુરઝડપે બેફિકરાઇથી ચલાવી આવી બાઈક ડમ્પરના પાછળના જોટા પાસે અથડાતા રાહુલભાઈ તથા સાહેદ મોટર સાયકલ પરથી નીચે પડતા ફરીને માથાના ભાગે પાછળ ઇજા પંહોચાડી તેમજ સુનીલ મનીરામ બીશ્નોઇ ડમ્પર સાઇડ પડતા સાહેદનો ડાબો પગ ડમ્પરના પાછળના જોટામાં આવી જતા ડાબા પગમા ફેકચર જેવી ઇજાઓ તથા શરીરે છોલછાલની ઇજા પહોચાડી હતી. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,680SubscribersSubscribe

TRENDING NOW