HomeGujaratદાદા ભગવાનની 118મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર મહોત્સવનો 3 નવેમ્બરથી શુભારંભ, CM ભૂપેન્દ્રભાઈ...

દાદા ભગવાનની 118મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર મહોત્સવનો 3 નવેમ્બરથી શુભારંભ, CM ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે

મોરબી: અણધાર્યા કમોસમી વરસાદને કારણે મુલાકાતીઓને મુશ્કેલી ન પડે અને તેમની સગવડ સારી રીતે સચવાય રહે એ ધ્યાનમાં રાખીને પરમ પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર કાર્યક્રમની તારીખોમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ મહોત્સવ 3 થી 9 નવેમ્બર દરમ્યાન યોજાશે. આપ સૌને નવી તારીખોની નોંધ લેવા વિનંતી.

મહોત્સવનો શુભારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમ 3 નવેમ્બર સોમવારે સાંજે રહેશે. જેમાં ગુજરાતના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. મહોત્સવ નિમિત્તે ખાસ ઊભી કરવામાં આવેલી “જોવા જેવી દુનિયા” ની મુલાકાત 3 થી 9 નવેમ્બર દરમ્યાન સાંજે 4:30 થી રાત્રે 11:00 વાગ્યા સુધી લઈ શકાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW