HomeGujaratમોરબીના જાંબુડિયા મુકામે આધુનિક સુવિધાઓ સાથેની લેમન ટ્રી હોટેલનો પ્રારંભ

મોરબીના જાંબુડિયા મુકામે આધુનિક સુવિધાઓ સાથેની લેમન ટ્રી હોટેલનો પ્રારંભ

રાજકોટના “ધ નિલ્સ સંજયરાજ” ગ્રુપ દ્વારા મોરબીના જાંબુડિયા પાસે અતિ આધુનિક સુવિધાઓ સાથેની લેમન ટ્રી હોટેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી હોટેલ મોરબીમાં તમામ શુભ પ્રસંગો અને ઈવેન્ટ્સ માટે આદર્શ વેન્યુ બની રહેશે.

જેમાં વિવિધ વાનગીઓ ધરાવતું રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પૂલ, પૂલ પાર્ટીની સગવડતા, આધુનિક જિમ, અને કેકે એરિયા તેમજ 35ની ક્ષમતાવાળો કોન્ફરન્સ હોલ, વિશાળ વાતાનુકુલિત બેન્કવેટ હોલ અને પાર્ટી પ્લોટ છે. અત્યારે રૂમનું બુકિંગ અને રેસ્ટોરાં સંપૂર્ણ રીતે શરુ થઇ ચૂક્યું છે, અને બેન્કવેટ હોલ માટે પણ ઇન્કવાયરીઓ શરૂ થઈ ગઈ છે.

દાદા સ્વ. સંજયભાઈ રાજગુરુ (જિલ્લા પંચાયત પ્રમુખ, કુશળ રાજકારણી)ની દ્રષ્ટિ અને પિતા ઇન્દ્રનીલ રાજગુરુની (નિલ્સ એસ્ટ્રાલ, નિલ્સ સીટી ક્લબ, સંજયરાજ એજ્યુકેશન ઝોન)ના વારસાને જાળવતા માત્ર 27 વર્ષની ઉંમરે ગ્રૂપની જવાબદારી સંભાળનાર યુવાન ઉદ્યોગપતિ સ્વરાજ રાજગુરુ અને તેમના બહેન દર્શનીલ રાજગુરુ એ આ સફળતાને નવી દિશા આપી છે, એવું યાદીમાં જણાવાયું છે.

 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW