હળવદના માથક ગામે રહેતા નીતાબેન અરજણભાઇ ચાવડા નામના પરણિતાએ ગઈકાલના રોજ પોતાના ઘરે કોઇ પણ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ લેતા તેને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે હળવદ પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.