Tuesday, October 28, 2025
HomeGujaratમોરબી જિલ્લામાં 1 નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી; ખેડૂતોને તકેદારીનાં પગલા...

મોરબી જિલ્લામાં 1 નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી; ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પડાઈ

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી 01/11/2025 સુધી મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી.

કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક  ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા.

એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુર0ક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-18001801551 નો સંપર્ક કરવા મોરબી જિલ્લા ખેતીવાડી કચેરીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page